13 August 2015

TODAY'S POLL

<script type="text/javascript" charset="utf-8" src="https://secure.polldaddy.com/p/9025672.js"></script>
<noscript><a href="https://polldaddy.com/poll/9025672/">Maggi will come back in india?</a></noscript>

05 August 2015

સરકારી યોજનાઓના પ્રચારનું કામ ભિખારીઓના હવાલે

ભારતીય રેલવેમાં પ્રવાસ કરતી વખતે ભિખારીઓના કંઠે બોલિવૂડનાં જૂનાં ગીતો, ભજન કે કવ્વાલી સાંભળવાનો લહાવો બધાને મળ્યો હશે. સરકાર હવે આ કળાનો સર્જનાત્મક ઉપયોગ કરવા વિચારે છે. તેથી રાજા હિંદુસ્તાનીનાં ગીતો કે 'તુમ તો ઠહરે પરદેશી' જેવાં ગીતોની જગ્યાએ ભિખારીઓના સ્વરમાં 'સ્વચ્છ ભારત', 'બેટી બચાઓ, બેટી પઢાઓ'ના સંદેશ સાંભળવા મળશે.

કેટલાક લોકોને આ વિચાર વિચિત્ર લાગ્યો છે, પરંતુ સરકાર લગભગ 3,000 ભિખારીઓને આ કામ માટે તાલીમ આપશે. મોટાં શહેરોની લોકલ ટ્રેનોમાં તેઓ વિવિધ સરકારી યોજનાઓનો પ્રચાર કરતાં ગીતો ગાશે અને યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવશે.

સરકારની યોજનાઓ વિશે માહિતી આપવા માટે ભિખારીઓની મદદ લેવાનો વિચાર માહિતી અને પ્રસારણ મંત્રાલયનો છે. મંત્રાલયના ગીત અને નાટ્ય વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરાશે. ઓલ ઇન્ડિયા રેડિયોને આ પ્રોજેક્ટની યોજના તૈયાર કરવા અને ભિખારીઓને તાલીમ આપવાનું જણાવાયું છે. અધિકારીઓએ જણાવ્યું કે આવતા મહિને મુંબઈથી આ પ્રોજેક્ટ શરૂ થશે અને તબક્કાવાર અન્ય શહેરોમાં પણ પહોંચાડાશે.

એક અધિકારીએ કહ્યું કે, "ફિલ્ડ પબ્લિસિટી અહેવાલ મુજબ મુંબઈની પરાની ટ્રેનોમાં ભિખારીઓની સંખ્યા મોટી છે અને એવા ઘણા પરિવારો છે જે માત્ર ટ્રેનોમાં ગીત ગાઈને અને ભીખ માંગીને ગુજરાન ચલાવે છે. તેમાંથી ઘણા અનુભવી ગાયકો છે. અમે તેને રોજગારીની એક તક તરીકે નિહાળીએ છીએ. તેમની ક્ષમતાનો ઉપયોગ કરવા માટે આ વધુ સારો ઉપાય છે." સરકાર આ કામ માટે એનજીઓ અને નિષ્ણાતોની મદદ પણ લેશે.

આ 'ગાયકો'ને કેટલું વળતર આપવું તે વિશે પણ સરકાર કામ કરી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે, "તેમને હવે ભીખ માંગવાની જરૂર નહીં પડે. અમે ઇન્સેન્ટિવ મોડલ વિકસાવવાના છીએ. સંભવિત લોકોની ભરતી અને તેની તાલીમ માટે કામ શરૂ થઈ ગયું છે.

અધિકારીઓએ જણાવ્યું કે આ કામ માટે બાળકોની ભરતી કરવામાં નહીં આવે. મીડિયા યુનિટના લોકો સરકારી યોજનાઓના પ્રચાર માટે ગીતો લખવાનું કામ કરી રહ્યા છે.

અરુણ જેટલી તમામ મીડિયા યુનિટ્સની કામગીરીમાં ફેરફાર કરવા માંગે છે તેના ભાગરૂપે ફિલ્ડ પબ્લિસિટી પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. તાજેતરમાં મંત્રાલયે સરકારના એક વર્ષની સિદ્ધિઓના પ્રચાર માટે સ્થાનિક થિયેટર ગ્રૂપ અને જાદુગરોને પણ સામેલ કર્યા હતા. સરકારનું પ્રકાશન વિભાગ એવાં પુસ્તકો બહાર પાડશે જેમાં જનતા સુધી પહોંચવા માટે સરકારે લીધેલાં પગલાંની માહિતી આપવામાં આવશે.

સૂત્રોએ કહ્યું કે, "સરકારની પ્રાથમિકતા દેશના દરેક નાગરિકને તેની યોજનાઓ, સિદ્ધિઓ અને પ્રયાસો વિશે માહિતી આપવાની છે. બધા લોકોને ટીવી જોવાનો કે અખબાર વાંચવાનો સમય મળતો નથી. તેથી આ રીતે લોકો સુધી પહોંચીને તેમને વિવિધ યોજનાઓથી માહિતગાર કરી શકાય છે."

04 August 2015

How two engineers chose their passion for photography over regular corporate jobs

કઈ રીતે બે એન્જીન્યરો એ કોર્પોરટ જોબ છોડી તેમની ડ્રીમ જોબ ફોટોગ્રાફી અપનાવી.

I loved to break toys to understand the dynamics of their construction, and then loved to piece them back together like a pro. I remember being curious about everything around me. I have always questioned, and knowing how things work always gives me a high,” says Chandru Bharathy Founder of Focuz Studios, Chennai. It is a candid wedding photography studio, which he set up with Saranraj Annamalai.
Both Saranraj and Chandru got into photography together when they realised they shared a similar vision and passion towards taking candid wedding photographs. From starting at Rs 15,000 for one wedding shoot to now charging between Rs 1.25 and 15 lakhs, Focuz Studios has come a long way. The duo, in fact, is counted among the best candid photographers in Chennai.

Chandru’s Journey

Chandru hails from a humble middle-class background: his father, Prakasam Raju, works as a car mechanic and his mother, Thenmozhi, is a homemaker. It was during his Class X that Chandru discovered Adobe Photoshop. “I loved it so much that I went and bought a book on the basics of Photoshop so that I could teach myself designing/editing techniques. A friend was kind enough to let me use his computer, and I practiced for hours together and became a good designer in no time,” says Chandru.
He went ahead and did Mechanical Engineering at an engineering college in Salem. While he did get opportunities to work at several MNCs, Chandru knew that he had to work in the creative space and that he wasn’t cut out for the corporate world.  This is when he decided to get into digital computer animation. His first job was as a Photoshop designer in a traditional photography studio. Simultaneously, he was studying a course in animation.
He got his first full-time job at Reliance Media Works in Mumbai as a CG artist. “I packed my bags, moved to Mumbai, and had some very interesting experiences in my new job. I drew a sizeable income every month, and that money helped our family out of the financial crises, slowly. It was during this time that I developed an interest in photography,” adds Chandru.
Chandru realised that he had finally found his passion. He quit his job and started a studio that specialised in candid and artistic wedding photography. “It was a moment’s conviction that gave me the courage to quit my job, and entrepreneurship welcomed me with a warm embrace, and a tight budget,” adds Chandru. His first assignment was a friend’s wedding, where he had the opportunity to explore and experiment with light, colour, and angles.
Yourstory-FocuzStudios-ArticleImage

Saranraj’s tryst with Photography

Saranraj’s journey was slightly different. An electronics engineer by education, his tryst with photography began when his friend got his DSLR camera. “What started off as a passing interest became an obsession, and I taught myself photography for the sheer joy of it. I learnt about the different types of cameras, and also got myself some hands-on training on photo editing software,” says Saranraj. After taking a few candid pictures of his friend at her wedding, he knew he had to get into candid photography. Soon, one thing led to another, and the duo became founders of Focuz Studios.
Till date, the duo has shot weddings of people coming from different cultures. Work has also taken them abroad, and they have shot weddings in Paris, London, Bangkok, and Singapore. “We believe in happy clients, and in not compromising on the quality of our output. Photography is an art, and we respect our experiments too much to do anything lesser than what we expect of ourselves,” says Chandru.

Building Focuz Studios

He adds that they’ve made sure they did everything to ensure they were the best in the market. From updating their tools to the latest equipment in the market to completely changing their post-processing style, the duo explored and zeroed in on a unique style of editing. “We did not have our own website when we got started, and yet, people signed up with us just by word of mouth. We have come a long way since then. We are currently among the top-three wedding photographers in Chennai, and all the feedback and appreciation has motivated us to think of new ways to build our business,” adds Chandru.
Yourstory-FocuzStudio-InsideArticle
When the duo started out, it was very difficult for them to convince people about candid/ artistic wedding photography. This was a relatively new concept in India, and they were wading through unexplored waters.
Today, things are different. The duo has now shot over 150 weddings. “Our team is small, a passionate unit of 10 people, but the output of our lab is world-class,” says a proud Chandru.

What? A Gujarati Repairman Has Invented An Air Conditioned Sofa

This is the way every young people should innovate their passion.

SOFA
Air-Conditioner Sofa

A repairman from Gujarat has successfully designed 'an AC sofa' which can be used even at outdoor events and consumes less electricity than the tower air-conditioners.
Gandhinagar resident Dashrath Patel, who repairs ACs, came up with the idea some years ago. He was helped by the National Institute of Design in developing the product.
"I first thought of installing air-conditioner in a sofa in 2008 and started working on it. But the first sofa I made weighed around 175 kg, which was way too heavy," Patel told PTI.
"Then I heard of 'Design Clinic Scheme' of MSME ministry and I approached them. They provided me a designer who modified the design and changed the material, reducing the weight to 35 kgs," Patel said.
The design clinic scheme of the Ministry of Micro, Small and Medium Enterprises is being run in collaboration with NID since 2010, said Kumarpal Parmar, Project Executive at the institute.
It was Ankit Vyas, an NID alumnus, who helped Patel make his innovation lighter and affordable.
Patel said he will launch the sofa in the market with a price tag of Rs 1-1.25 lakh.

GSPCએ $3.4b ખર્ચ્યા છતાં ઉત્પાદનમાં વિલંબ

નવી દિલ્હી:ગુજરાત સરકારની કંપની GSPCએ ક્રિષ્ના-ગોદાવરી (KG) બેસિનમાં દીનદયાલ ડિસ્કવરી ખાતે ગેસનું ટ્રાયલ ઉત્પાદન શરૂ કર્યા બાદ અને 3.4 અબજ ડોલર ખર્ચ્યા હોવા છતાં હજુ સુધી વ્યાપારિક ધોરણે ઉત્પાદન શરૂ કર્યું નથી. કંપની ત્યાં 0.6 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર્સ પર ડે (mmscmd) ગેસનું ઉત્પાદન કરે છે. 

ઓઇલ મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું કે, "ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)એ 4 ઓગસ્ટ 2014ના રોજ આ ક્ષેત્રમાં ગેસનું ટ્રાયલ ઉત્પાદન શરૂ કર્યું હતું પરંતુ હજુ સુધી કોમર્શિયલ ઉત્પાદન શરૂ કર્યું નથી. મંજૂર થયેલા ફિલ્ડ ડેવલપમેન્ટ પ્લાન (FDP) પ્રમાણે, બીજા વર્ષે 3.83 mmscmd ઉત્પાદન કરવાનું હતું અને ત્રીજા વર્ષમાં 5.24 mmscmdનું સર્વોચ્ચ ઉત્પાદન હાંસલ કરવાનું હતું." 

કુદરતી રીતે ઘટાડો થાય અને 20મા વર્ષ સુધીમાં ઉત્પાદન ઘટીને 1.68 mmscmd થાય તેની પહેલાં 11 વર્ષ સુધી 5.24 mmscmdનું સર્વોચ્ચ ઉત્પાદન સ્તર જાળવી રાખવાનું હતું. 

2005માં તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, "GSPCએ KG બેસિનમાં સૌથી મોટી ડિસ્કવરી કરી છે અને તે 20 ટ્રિલિયન ઘન ફૂટ ગેસનો ભંડાર ધરાવે છે. આ ભંડાર RILના જાણીતા KG-D6 બ્લોકના ભંડાર કરતાં 50 ટકા વધુ છે." 

અધિકારીએ કહ્યું હતું કે, ઓઇલ-ગેસ સેક્ટરના નિયમનકાર ડાયરેક્ટરેટ જનરલ ઓફ હાઇડ્રોકાર્બન્સ (DGH)એ આ ક્ષેત્રમાં 1.8 ટ્રિલિયન ઘન ફૂટ ભંડાર હોવાનું સર્ટિફાઇ કર્યું હતું અને ત્યાંથી 2013માં ઉત્પાદન શરૂ કરવાનું હતું પરંતુ તકનીકી મુશ્કેલીઓને કારણે તેમાં વિલંબ થયો છે.

03 August 2015

ગુજરાત પ્રથમ ઓટો પ્લાન્ટ ગુમાવશે

અમદાવાદ:ઓટોમોબાઇલના વૈશ્વિક હબ બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતું ગુજરાત તેનો પ્રથમ ઓટોમોબાઇલ પ્લાન્ટ ગુમાવશે. જનરલ મોટર્સે 1996માં હાલોલ ખાતે પોતાનો પ્લાન્ટ સ્થાપ્યો હતો.

છેલ્લાં બે વર્ષથી માત્ર 35 ટકા જેટલી ક્ષમતાનો ઉપયોગ થઈ રહ્યો હતો અને ખર્ચ પર કાબુ લાવીને નુકસાન ઘટાડવાના ભાગરૂપે કંપનીએ હાલોલ પ્લાન્ટ 2016ના બીજા ભાગમાં બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

વર્ષ 2008માં ટાટા મોટર્સના નેનો પ્લાન્ટના આગમન બાદ ગુજરાત ઓટોમોબાઇલ હબ તરીકે ઊભર્યું છે અને ફોર્ડ મોટર્સ, મારુતિ, હોન્ડા કાર્સ અને હોન્ડા મોટરસાઇકલ્સ એન્ડ સ્કૂટર્સ સહિતની કંપનીઓ ગુજરાતમાં મોટા પાયે રોકાણ કરી રહી છે. જોકે, જનરલ મોટર્સે ઉદ્યોગની દિશાથી વિપરીત પગલું લઈને સૌને ચોંકાવ્યા છે.

કંપનીના એક અધિકારીએ ઇટીને જણાવ્યું હતું કે, "હાલોલ પ્લાન્ટ ખાતે કંપનીનું કેપેસિટી યુટિલાઇઝેશન માત્ર 35 ટકા હતું અને ઓછી માંગ વચ્ચે બે પ્લાન્ટ ચાલુ રાખવા યોગ્ય લાગતું નહોતું. આ નિર્ણયના કારણે અમે ભારતમાં અમારા એક પ્લાન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીશું. હાલોલ પ્લાન્ટની જમીન અને મશીનરી અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.

હાલોલ ખાતે અમે 1,100 કામદારો અને કર્મચારીઓ ધરાવીએ છીએ અને કંપની તેમને તાલેગાંવ પ્લાન્ટ માટે અરજી કરવાનો વિકલ્પ આપી રહી છે. જોકે, પ્લાન્ટ 2016ના અંત સુધીમાં બંધ કરવામાં આવશે તે ધ્યાનમાં લેતાં તેમની પાસે નિર્ણય લેવા માટે એક વર્ષનો સમય છે."

કંપનીએ હાલોલ પ્લાન્ટ ખાતે વીતેલાં વર્ષોમાં ઘણી વખત કામદારોનો આક્રોશ અને હડતાળની પરિસ્થિતિનો સામનો કર્યો હતો. જોકે, અધિકારીએ જણાવ્યું હતું કે, "વીતેલાં વર્ષોમાં જોવા મળેલી હડતાળ પ્લાન્ટ બંધ કરવાના નિર્ણય માટે કારણભૂત નથી. અમે નુકસાન ઘટાડવા માટે પ્લાન્ટ બંધ કરવાનું પગલું લઈ રહ્યા છીએ.

ગુજરાતમાં કામદારોનો સહકાર અન્ય રાજ્યોની સરખામણીએ સારો હોવાનું તમામ ઉદ્યોગો માને છે." કંપનીએ ભારતમાં 1996થી અત્યાર સુધીમાં લગભગ એક અબજ ડોલરનું રોકાણ કર્યું છે, અહેવાલો મુજબ, છેલ્લા બે દાયકામાં કુલ રૂ.2,740 કરોડનું નુકસાન કર્યું છે. જોકે, કંપની ભારતમાં નવું રોકાણ કરવું યોગ્ય માને છે.

વીજ ઉદ્યોગમાં અંધારું: કંપનીઓ NPA બનવાનું જોખમ

મુંબઈ:કોલસાની ખાણોની હરાજી અને ઝડપી મંજૂરી બાદ ઓર્ડર્સ મળવાની આશા રાખતા વીજ ઉપકરણ ઉત્પાદકોની મુશ્કેલીઓ સમાપ્ત થઈ નથી. વીજ કંપનીઓ રાજ્યોની ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ તરફથી પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA) થવાની રાહ જોઈ રહી હોવાથી હજુ પણ નવા પ્રોજેક્ટ્સને અટકાવીને બેઠી હોવાથી ઉપકરણ બનાવતી બ્લૂચિપ કંપનીઓના મેન્યુફેક્ચરિંગ એકમો કામ વગરના થઈ ગયા છે.

L&T, JSW એનર્જી, ભારત ફોર્જ, થર્મેક્સ, BGR એનર્જી સહિતની કંપનીઓએ વિદેશી ભાગીદારો સાથે સંયુક્ત સાહસો રચ્યાં હતાં અને થર્મલ પાવર બોઇલર અને ટર્બાઇન જનરેટરનું ઉત્પાદન કરવા માટે દેશમાં યુનિટ્સની સ્થાપના પાછળ જંગી રોકાણ કર્યું હતું. પરંતુ ઈંધણની અછત, ફાઇનાન્સ, મંજૂરીઓ, જમીન સંપાદન જેવા પ્રશ્નોને કારણે વીજ કંપનીઓએ પાવર પ્રોજેક્ટ્સ અટકાવી દીધા છે અથવા અભરાઈએ ચઢાવી દીધા હોવાથી છેલ્લાં ત્રણેક વર્ષથી આ યુનિટ્સ કામ કરતા નથી. ઓર્ડર્સ ન મળવાથી આ યુનિટ્સને એક વર્ષમાં સંયુક્ત રીતે રૂ.1,000 કરોડની ખોટ ગઈ હોવાનો નિષ્ણાતોનો અંદાજ છે.

L&Tના ડિરેક્ટર અને સિનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ એસ એન રોય કહે છે કે, "અમારા ઉદ્યોગનો ક્ષમતા ઉપયોગનો દર 20 ટકાથી 25 ટકા જ છે. અમે ફિક્સ્ડ ખર્ચ પણ રિકવર કરી શકવાની સ્થિતિમાં નથી." L&Tએ વીજ ઉપકરણ માટે મિત્સુબિશી સાથે સંયુક્ત સાહસ રચ્યું હતું અને રોય તેના વડા છે. તેમણે ઉમેર્યું હતું કે, "અમને આગામી દોઢેક વર્ષ સુધી કોઈ નવો પ્રોજેક્ટ આવે તેવું લાગતું નથી અને આથી, ઉદ્યોગ પર અસર પડશે.

વીજ ઉત્પાદન કરતી કંપનીઓ અત્યારે ઋણ પુનર્ગઠન પ્રક્રિયા કરી રહી છે અને હવે ઉપકરણ બનાવતી કંપનીઓએ પણ આવું કરવું પડશે."

કોલસાની ખાણોની હરાજી અને ઝડપી મંજૂરી મળી હોત તો ડેવલપર્સને તેમની યોજનાઓમાં પ્રાણ ફૂંકવાની તક મળી હોત અને તેમણે નવા પ્રોજેક્ટ્સ હાથ પર લીધા હોત પરંતુ મોટા ભાગના ડેવલપર્સના હાથ બંધાઈ ગયા છે કારણ કે તેમની બેલેન્સ શીટ ખોટમાં ચાલે છે અને બેન્કો પણ સાવધ થઈ ગઈ છે. ઉપરાંત, ખોટ ખાતી વીજ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ લાંબા ગાળાના PPA કરતા અચકાઈ રહી હોવાથી વીજ ઉદ્યોગની હાલત કફોડી થઈ છે.

થર્મેક્સના MD અને CEO એમ એસ ઉન્નીક્રિષ્નને કહ્યું હતું કે, "અમારા જેવી વીજ ઉપકરણ બનાવતી કંપનીઓએ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા પાછળ કુલ રૂ.30,000 કરોડનું રોકાણ કર્યું છે. પરંતુ અમે શેનું ઉત્પાદન કરીએ? એક પણ ખાનગી વીજ ઉત્પાદકે નવા પ્રોજેક્ટની જાહેરાત કરી નથી. આથી, અમારું રોકાણ NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ) બની જવાનું જોખમ ઊભું થયું છે."

સરકારી બેન્કોના મૂડીકરણમાં કરદાતાઓના રૂ.45,500 કરોડ હોમાયા

મુંબઈ/કોલકાતા:જાહેર ક્ષેત્રોની બેન્કોના મૂડીકરણમાં છેલ્લાં ચાર વર્ષમાં કરદાતાઓના રૂ.૪૫,૫૦૦ કરોડ ગયા છે અને આ કવાયત તળિયા વગરના કૂવામાં નાણાં નાખવા સમાન સાબિત થઈ છે. પીએસયુ બેન્કોની બેડ લોન વધવાથી સરકારે આટલી રકમ નાખવી પડી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ જ રસ્તે છે, જેમાં આગામી ચાર વર્ષમાં પીએસયુ બેન્કોમાં રૂ.70,000 કરોડની મૂડી નાખવામાં આવશે. પીએસયુ બેન્કો આ રીતે બેડ લોન વધારતી જશે અને વસૂલાત નહીં કરી શકે તો તેનું પરિણામ પણ પહેલાં જેવું જ આવશે.

જાહેર ક્ષેત્રની બેન્કોમાં સ્ટ્રેસ્ડ એસેટ્સનું પ્રમાણ દરેક ક્વાર્ટરમાં ઉત્તરોત્તર વધી રહ્યું છે. જાહેર ક્ષેત્રની બેન્કો માટે નોન પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) સૌથી મોટી ચિંતા છે તેમ બધા બેન્કરો માને છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેન્કો મોટા ભાગની સ્ટ્રેસ્ડ એસેટ્સમાંથી વસૂલાત કરી શકતી નથી અને તેના લીધે નવી મૂડીનો ઉપયોગ બેલેન્સશીટ સુધારવા માટે કરવામાં આવે છે.

તેના પરિણામે મૂડીપર્યાપ્તતામાં ઘટાડો કર્યા વગર ધિરાણ કરવા માટે વધારાની મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના સિનિયર ડિરેક્ટર આનંદ ભૌમિકે જણાવ્યું હતું કે, "કેટલીક સ્ટ્રેસ્ડ એસેટ્સને બેન્કો દ્વારા પૂરતા પ્રમાણમાં આવરી લેવાઈ નથી. તેને આવરી લેવા માટે તેમને વધારે પ્રમાણમાં મૂડીકરણની જરૂર છે."

પુનર્ગઠન માટે નિયમનકારી અવરોધની નાબૂદી અને રિસ્ટ્રક્ચર્ડ એસેટ્સમાં ગરબડના ઊંચા પ્રમાણના લીધે જૂન ક્વાર્ટરમાં બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક અને યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા જેવી બેન્કોની એનપીએમાં વધારો થયો છે. તેના લીધે તેમની ત્રિમાસિક આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બેન્ક ઓફ ઇન્ડિયાનો ચોખ્ખો નફો 84 ટકા ઘટી રૂ.130 કરોડ થયો છે, જ્યારે પીએનબીનો ચોખ્ખો નફો અડધો થઈ રૂ.721 કરોડ થયો છે.

"આદર્શ રીતે જોઈએ તો બેન્કોએ તેમની બેડ લોનના 70 ટકા કવર કરી લેવી જોઈએ, પરંતુ મોટા ભાગનાએ તેનાથી પણ ઓછા પ્રમાણને કવર કર્યું છે તેથી તેમની બેલેન્સશીટ સુધારવા નાણાં ઠાલવવા પડ્યાં છે." એમ એન્જલ બ્રોકિંગના વાઇસ પ્રેસિડન્ટ વૈભવ અગ્રવાલે જણાવ્યું હતું. તેના માટે બજારમાં પ્રવેશીને મૂડી ઊભી કરવી જ સમજદારીભર્યું પગલું છે.

ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે પણ મેમાં પ્રકાશિત થયેલા તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતીય બેન્કોની કુલ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) રૂ.60,000 કરોડ વધીને રૂ.4 લાખ કરોડ થવાનો અંદાજ છે. એસેટ્સની ટકાવારીના પ્રમાણમાં જોઈએ તો નાણાકીય વર્ષ 2015-16માં કુલ એનપીએ 0.20 ટકા વધીને 4.5 ટકા થવાનો અંદાજ છે. પીએસબી જૂથની કુલ એનપીએ ગયા નાણાકીય વર્ષના અંતે 5.17 ટકા જેટલી ઊંચી હતી.

રૂપિયો ઘટતાં NRIsએ ભારતમાં વધુ ડોલર ઠાલવ્યા

મુંબઈ:રૂપિયામાં સતત ઘટાડો ચાલુ છે ત્યારે બિનનિવાસી ભારતીયો (NRIs) ડોલર અને રૂપિયા વચ્ચેના ‌ફરકનો લાભ લેવા વધુ ને વધુ ડોલર ભારતમાં ઠાલવી રહ્યા છે, જેના પગલે છેલ્લા અઠવાડિયામાં જ રેમિટન્સની આવકમાં 70 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. ડોલર સામે રૂપિયો બુધવારે 63.61 પર બંધ રહ્યો હતો, જે મંગળવારના 63.53 પર 0.08 વધારે હતો.

આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર યુએઇ એક્સ્ચેન્જે જણાવ્યું હતું કે, ફક્ત છેલ્લા અઠવાડિયામાં જ એક્સ્ચેન્જ પર ઊંચી મૂલ્યના રેમિટન્સના વોલ્યુમમાં 70 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. યુએઇ એક્સ્ચેન્જના ટ્રેઝરી વિભાગના વાઇસ પ્રેસિડન્ટ અશ્વિન શેટ્ટીએ કહ્યું હતું કે, "આ પ્રકારના નાણાકીય વ્યવહારોમાં 20 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે, છતાં અમને વોલ્યુમની દૃષ્ટિએ ઊંચા મૂલ્યના રેમિટન્સમાં 70 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે." તેમણે ઉમેર્યું હતું કે, બિનનિવાસી ભારતીયો રૂ.25 લાખથી રૂ.5 કરોડ વચ્ચે રેમિટિંગ કરાવી રહ્યા છે.

ગયા વર્ષે દેશમાં રેમિટન્સની આવકની દૃષ્ટિએ 70 અબજ ડોલરની જંગી રકમ આવી હતી અને ભારતે રેમિટન્સની આવકમાં વિશ્વમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ભારત પછી 60 અબજ ડોલરની રેમિટન્સ આવક મેળવીને બીજું સ્થાન મેળવ્યું હતું અને 25 અબજ ડોલર સાથે ફિલિપાઇન્સ ત્રીજા સ્થાને હતો. વર્ષ 2012માં ભારતે રેમિટન્સ સ્વરૂપે 69 અબજ ડોલરની આવક કરી હતી અને વિશ્વ બેન્કના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે રેમિટન્સની આવક સર્વોચ્ચ સપાટીને આંબી જશે.

એક્સપ્રેસ મનીના વાઇસ પ્રેસિડન્ટ અને બિઝનેસ હેડ સુદેશ ગિરિયાને કહ્યું હતું કે, રૂપિયામાં ઘટાડાની રેમિટન્સની આવક પર હકારાત્મક અસર થઈ છે અને ઊંચી નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ (HNIs) વધુ ને વધુ ડોલર દેશમાં ઠાલવી રહ્યા છે.

અમે ઊંચા મૂલ્ય ધરાવતા રેમિટન્સના વોલ્યુમમાં 15થી 20 ટકાનો ઉછાળો જોયો છે." તેમણે જણાવ્યું હતું કે, ઊંચી નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ પાસે ઊંચી ખર્ચપાત્ર આવક છે અને રૂપિયો ઘટે છે ત્યારે તેનો ફાયદો ઉઠાવવાની તકની રાહ જોતા હોય છે. તેમણે કહ્યું હતું કે, "તેઓ ભંડોળનો સંચય કરે છે અથવા સસ્તા દરે સંબંધિત દેશોની બેન્કો પાસેથી ઋણ લે છે અને પછી તેને ભારતમાં મોકલે છે."

દરમિયાન રૂપિયો બુધવારે સતત ત્રીજા દિવસે ઘટ્યો હતો અને ડોલર સામે 63.61 પર બંધ રહ્યો હતો. ઇન્ટબેન્ક ફોરેન એક્સ્ચેન્જ (ફોરેક્સ) બજારમાં રૂપિયો રૂ.63.80ની નીચી સપાટીએ ખૂલ્યો હતો. પછી ધીમે ધીમે 63.89ની સપાટીએ પહોંચી ગયો હતો. પણ નિકાસકારો દ્વારા ડોલર અને ઇક્વિટીના વેચાણને પગલે થોડો સુધારો થયો હતો અને 63.61 પર બંધ રહ્યો હતો.

આદિત્ય બિરલા જૂથને સ્ટાર્ટઅપમાં રસ જાગ્યો

બેંગલુરુ:40 અબજ ડોલરની આવક ધરાવતું આદિત્ય બિરલા ગ્રૂપ દેશનાં ફાઇનાન્શિયલ સર્વિસિસ, હેલ્થકેર અને રિટેલ સહિતના વિવિધ સેક્ટરના ક્રાંતિકારી વિચારો પાછળ 20 લાખથી એક કરોડ ડોલરની વચ્ચે રોકાણ કરવા માટે સ્વતંત્ર ફંડની સ્થાપના કરી રહ્યું છે.

ગ્રૂપની આ સ્ટાર્ટઅપ-કેન્દ્રિત પહેલની જાહેરાત થોડાંક સપ્તાહની અંદર થશે અને આદિત્ય બિરલા મેનેજમેન્ટ કોર્પોરેશનના પ્રેસિડન્ટ (કોર્પોરેટ સ્ટ્રેટેજી) ઉમેશ અધિકારી તેનું વડપણ સંભાળશે એમ આ હિલચાલની સીધી માહિતી ધરાવતી પરિચિત એક વ્યક્તિએ કહ્યું હતું.

આ અંગે ગ્રૂપના પ્રવક્તાને ગયા સપ્તાહે ઇ-મેઇલ પ્રશ્નોત્તરી મોકલવામાં આવી હતી પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો નહોતો. પરિચિત વ્યક્તિએ ઉમેર્યું હતું કે, "ભંડોળ બિરલાની ફેમિલી ઓફિસમાંથી આવશે અને આ પહેલનો ભાગ બનવા માટે ગ્રૂપે કેટલાક ટોચના વેન્ચર કેપિટલ એક્ઝિક્યુટિવ્સનો પણ સંપર્ક સાધ્યો છે." અન્ય એક એક્ઝિક્યુટિવે કહ્યું હતું કે, "ફંડના કદ અને અન્ય વિગત અંગે અત્યારે કંઈ પણ કહેવું ઘણું વહેલું ગણાશે."

ટાટા ગ્રૂપ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવાં દેશનાં ટોચનાં ઔદ્યોગિક જૂથોએ તો માર્કેટની વર્તમાન પરિસ્થિતિમાં ધરમૂળથી ફેરફાર લાવવાનું સામર્થ્ય ધરાવતા હોય તેવા અનોખા આઇડિયા પર કામ કરતા સ્ટાર્ટઅપ તરફ નજર દોડાવવાનું શરૂ કરી દીધું છે.

રિલાયન્સે 'જેનનેક્સ્ટ ઇનોવેશન હબ' નામના સ્ટાર્ટઅપ એક્સેલેટરની શરૂઆત કરવા માટે ગયા વર્ષે માઈક્રોસોફ્ટ વેન્ચર્સ સાથે ભાગીદારી કરી હતી. ટાટા ગ્રૂપના ચીફ ટેક્‌નોલોજી ઓફિસર (CTO) ગોપીચંદ કત્રાગડાએ સ્વતંત્ર રીતે સ્ટાર્ટઅપ હબ ગણાતા બેંગલુરુમાં તક શોધવાનું શરૂ કરી દીધું છે તો 100 અબજ ડોલરના ટાટા ગ્રૂપના ચેરમેન એમિરેટ્સ રતન ટાટા પોતે એક વેન્ચર-કેપિટલ (VC) કંપનીની જેમ ઘણા સ્ટાર્ટઅપમાં રોકાણ કરી રહ્યા છે.

તેમણે છેલ્લા 12 મહિનામાં ડઝનેક સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે, જેમાં શાઓમી (ઉબેર બાદ વિશ્વની બીજા ક્રમની સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ)નો પણ સમાવેશ થાય છે.

IIM ઇન્દોરના ડિરેક્ટર અને પ્રોફેસર (સ્ટ્રેટેજી) ઋષિકેશ ક્રિષ્નન્ કહે છે કે, "આ ઔદ્યોગિક જૂથો નાવીન્યસભર વિચારોમાં રસ દાખવી રહ્યાં છે કારણ કે તેમને સમજાયું છે કે, ગ્રૂપની બહાર પણ મૂલ્યનું સર્જન થઈ શકે છે. નવા ઉદ્યોગોનું સર્જન કરી શકાય એમ છે અને તેમનો અંતિમ માર્ગ રોકાણકાર બનવાનો છે."

જોકે, આ જૂથોએ સ્ટાર્ટઅપના ક્રાંતિકારી જગતમાં પ્રવેશ કર્યો છે અને તેમાં પડકારોનો પહાડ છે. ક્રિષ્નને ઉમેર્યું હતું કે, "એવું નથી કે અહીં કોઈ અલીબાબા છે, જેને સ્ટાર્ટઅપ અંગે બહોળો અનુભવ છે અને તે તમારો હાથ પકડી લેશે, જેમ તેણે Paytmનો હાથ પડક્યો છે. ઉપરાંત, સ્ટાર્ટઅપ માત્ર ભંડોળ માટે રોકાણકારની પસંદગી નથી કરતાં પરંતુ તેમને બીજું પણ કંઈક જોઈએ છે."

Paytmનો છગ્ગો! 20% વધુ ચૂકવી BCCIનો કોન્ટ્રાક્ટ જીતી ગઈ

નવી દિલ્હી:ઓનલાઇન રિચાર્જ અને પેમેન્ટ્સ કંપની Paytm 2019 સુધી ભારતમાં રમાનારી આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક સહિતની તમામ ક્રિકેટ સિરીઝના ટાઇટલ સ્પોન્સરશિપના અધિકાર મેળવવામાં સફળ ગઈ છે. 

ચાર વર્ષમાં રમાનારી 84 મેચો માટે કંપની પ્રત્યેક આંતરરાષ્ટ્રીય મેચ દીઠ રૂ.2.42 કરોડ અથવા કુલ રૂ.203.28 કરોડ ચૂકવવા સહમત થઈ છે. 2014-15 માટેની સ્પોન્સર માઈક્રોમેક્સ હતી અને તેણે પ્રતિ મેચ રૂ.2.02 કરોડ ચૂકવ્યા હતા, આમ Paytm 20 ટકા વધુ રકમ ચૂકવશે. 

જોકે, માઈક્રોમેક્સ અગાઉ સ્ટારને રૂ.2 કરોડના મૂળ ભાવે સ્પોન્સરશિપ મળી હતી અને તેની પહેલાં એરટેલે એક મેચ માટે BCCIને 3.93 કરોડ ચૂકવ્યા હતા. ગુરુવારે નવી દિલ્હી ખાતે BCCIની માર્કેટિંગ કમિટીની બેઠકમાં બિડ ખોલવામાં આવી હતી. 

ક્રિકેટર્સ Paytm લખેલી જર્સી પહેલીવાર સપ્ટેમ્બરમાં સાઉથ આફ્રિકા સામે રમાનારી મેચમાં પહેરશે. સૂત્રોના મતે, BCCIએ જૂનમાં ટેન્ડર બહાર પાડ્યાં હતાં અને ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ માટે માત્ર બે બિડર્સ મેદાનમાં હતા. રસપ્રદ વાત એ છે કે, પહેલીવાર માત્ર એક બિડર સિવાયની બીજી બિડરમાં માઈક્રોમેક્સ, સ્નેપડીલ, રોયલ સ્ટેગ અને સાઇકલ અગરબત્તી સહિતની કંપનીઓનું કોન્સોર્ટિયમ હતું. આની પુષ્ટિ મેળવવા માટે અમારા પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. 

Paytmના સ્થાપક અને CEO વિજય શેખર શર્માએ કહ્યું હતું કે, "આ વર્ષના પ્રારંભમાં યોજાયેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં સ્પોન્સરિંગ કરવાનો અનુભવ ખૂબ રસપ્રદ રહ્યો હતો. અમને સારો પ્રતિસાદ મળ્યો હતો અને એ મહિનાઓ દરમિયાન અમારા ગ્રાહકોની સંખ્યામાં અકલ્પનીય વધારો થયો હતો. 

ક્રિકેટ સાથે વિવાદ સંકળાયેલો છે પરંતુ ક્રિકેટનો જુવાળ ક્યારેય ઓછો નહીં થાય. આથી, અમે આ રમત માટે પ્રતિબદ્ધ છીએ." Paytm 50 કરોડ ગ્રાહકો મેળવવાનો ઇરાદો ધરાવે છે અને આટલા ગ્રાહકો સુધી પહોંચવા માટે કંપનીને ક્રિકેટ જેવી માસ માર્કેટ પ્રોપર્ટીની જરૂર છે એમ શર્માએ ઉમેર્યું હતું. કંપની આવતાં ત્રણ વર્ષ માટે 10 કરોડ ડોલરનું સ્પોર્ટ બજેટ ધરાવે છે અને તેમાંથી 60-70 ટકા રકમ ક્રિકેટ પાછળ ખર્ચ કરવામાં આવશે જ્યારે બીજી રકમ અન્ય રમત અને લીગ પાછળ ખર્ચ કરશે. 

BCCIના સેક્રેટરી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, આવતાં ચાર વર્ષ સુધી બોર્ડમાં Paytm સામેલ થવાથી ભારતીય ક્રિકેટને સ્થિરતા મળશે. ન્યૂ જનરેશન કંપનીઓ પૈકીની એક Paytm મેળવવાથી અમે ખુશ છીએ."

હીરો મોટોકોર્પનો નફો 33% વધ્યો


નવી દિલ્હી:ભારતની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે પ્રથમ ત્રિમાસિક ગાળામાં અંદાજ કરતાં સારું પરિણામ જાહેર કર્યું છે. અન્ય આવકમાં વૃદ્ધિ અને હોન્ડાની રોયલ્ટી પૂરી થવાથી કંપનીનો ચોખ્ખો નફો 33 ટકા વધીને રૂ.750 કરોડ થયો છે. 

કંપનીએ અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ.562.7 કરોડનો નફો કર્યો હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીનું ચોખ્ખું વેચાણ બે ટકા ઘટીને રૂ.6,856 કરોડ થયું છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ.6,999 કરોડ હતું. 

હીરો મોટોકોર્પના સીએફઓ રવિ સુદે ઇટીને જણાવ્યું હતું કે, "નફામાં વૃદ્ધિ માટે મુખ્યત્વે માર્જિન વધારવા માટેનો LEAP પ્રોગ્રામ જવાબદાર છે, જે 2015-16માં કંપનીને રૂ.175-200 કરોડનો લાભ આપશે એવો અંદાજ છે." વેચાણ પાંચ ટકા ઘટીને 16 લાખ યુનિટ થયું હોવા છતાં કંપનીને નફો વધારવામાં સફળતા મળી હતી. 

ઉત્કૃષ્ટ પરિણામ છતાં કંપનીએ ઊંચા વ્યાજદર અને ધીમી સ્થાનિક માગ અંગે ચેતવણી આપી હતી, જે બીજા ત્રિમાસિક ગાળામાં આવક પર પ્રતિકૂળ અસર કરી શકે. હીરો મોટોકોર્પના ચેરમેન અને એમડી પવન મુંજાલે જણાવ્યું હતું કે, "આગામી કેટલાક ત્રિમાસિક ગાળામાં ઉદ્યોગમાં સુધારાનો અંદાજ છે. જોકે, ચોમાસા, ગ્રામીણ આવક અને બજારના એકંદર સેન્ટિમેન્ટ સહિતનાં પરિબળો પર મોટો આધાર રહેશે. તહેવારોની આગામી મોસમમાં સ્કૂટર્સ અને મોટરસાઇકલ્સ સહિત ઘણાં નવાં લોન્ચિંગની યોજના તૈયાર કરી છે." 

કંપનીનું પરિણામ બજાર બંધ થયા પછી જાહેર થયું હતું. હીરો મોટોકોર્પનો શેર સોમવારે 0.86 ટકા વધીને રૂ.2,679.85ના મથાળે બંધ રહ્યો હતો. વિશ્લેષકોએ કંપનીના પરિણામને અંદાજ કરતાં સારું ગણાવ્યું હતું. 

ઇટીએ ત્રણ વિશ્લેષક સાથે વાતચીત કરી હતી. તેમને પ્રથમ ત્રિમાસિક ગાળામાં હીરો મોટોકોર્પનો નફો રૂ.678-715 કરોડ રહેવાનો અંદાજ હતો. મુંબઈની એક બ્રોકિંગ કંપનીના એનાલિસ્ટે કહ્યું હતું કે, "કંપનીના નીચા ઇનપુટ ખર્ચ અને ઓછા પ્રમોશન ખર્ચનો લાભ મળ્યો છે. અન્ય ખર્ચ અને ઘસારો ઘટવાથી પણ કંપનીને પ્રથમ ત્રિમાસિક ગાળામાં અંદાજ કરતાં સારું પરિણામ દર્શાવવામાં સફળતા મળી છે."

યુ‌િનટ દીઠ ૧૮ પૈસાનો ઘટાડો

                                                                અમદાવાદઃ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા હાલના નાણાકીય વર્ષનો ત્રિમાસિક સમયગાળો પૂરા થતાં ફ્યુઅલ સરચાર્જમાં યુ‌િનટ દીઠ અમદાવાદઃ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા હાલના નાણાકીય વર્ષનો ત્રિમાસિક સમયગાળો પૂરા થતાં ફ્યુઅલ સરચાર્જમાં યુ‌િનટ દીઠ ૧૮ પૈસાનો ઘટાડો કરાતાં હવે વીજ ગ્રાહકોને દર બે મહિને આવતાં વીજ બિલમાં પ્રતિ ૩૦૦ યુનિટના વપરાશ સામે રૂ. ૧૬રનો ફાયદો થશે. એટલે કે પ્રતિમાસ ૮૦ રૂપિયા જેટલી રાહત મળશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઇથી સપ્ટેમ્બર મહિના સુધી પ્રતિ યુનિટ ફ્યુઅલ પ્રાઇઝ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટેમેન્ટ પેટે લેવાતાં રૂ. ૧.૬૦ની જગ્યાએ હવે ૧.૪ર લેવાનો પરિપત્ર રાજ્યની ચારેય કંપનીઓને થઇ ગયો છે. બળતણ અને વીજળી ખરીદીના ખર્ચ ઘટાડો થયાના કારણે પ્રતિ યુનિટ ૧.૬૦ ફ્યુઅલ પ્રાઇઝ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ  (FPPPA) પેટે લેવાતા હતા તે હવે રૂ. ૧.૪ર લેવાશે.
ઊર્જા વિભાગના કર્મશિયલ વિભાગના જનરલ મેનેજર કે.પી. જાંગીદે ચારેય વીજ કંપનીઓના મેનેજિંગ ડાયરેક્ટરોને પરિપત્ર પાઠવી દીધો છે. જેની અસર સપ્ટેમ્બર માસ સુધી અમલી બનશે. ખેતી વિષય વીજ ધારકોને બાદ કરતા રાજ્ય કુલ ૧.ર૦ કરોડ ગ્રાહકોને ૩ માસના વીજ બિલમાં કુલ રૂ. ૧૬રની રાહત મળતાં કુલ રાહત ૭૧૪ કરોડની થશે.
જીયુવીએનએલ દ્વારા ૭૪૭૯૮ મિલિયન યુનિટ વીજળી ખરીદ કરવામાં આવી હતી જેનાં પ૮૭૮૭ મિલિયન યુનિટનું વેચાણ થતાં ૧૬૦૧૧ મિલિયન વીજળી વેડફાઇ ગઇ હતી પરંતુ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લોસનું પ્રમાણ ઘટતા ત્રિમાસિક ગાળામાં ૦.૩૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો જેથી સરેરાશ વીજળી ખરીદીનો ખર્ચ પ્રતિ યુનિટ ઘટીને ૩.૯૩ હતો તે હવે ૩.૭૬ મંજૂર કરાયો છે.
 
કરાતાં હવે વીજ ગ્રાહકોને દર બે મહિને આવતાં વીજ બિલમાં પ્રતિ ૩૦૦ યુનિટના વપરાશ સામે રૂ. ૧૬રનો ફાયદો થશે. એટલે કે પ્રતિમાસ ૮૦ રૂપિયા જેટલી રાહત મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઇથી સપ્ટેમ્બર મહિના સુધી પ્રતિ યુનિટ ફ્યુઅલ પ્રાઇઝ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટેમેન્ટ પેટે લેવાતાં રૂ. ૧.૬૦ની જગ્યાએ હવે ૧.૪ર લેવાનો પરિપત્ર રાજ્યની ચારેય કંપનીઓને થઇ ગયો છે. બળતણ અને વીજળી ખરીદીના ખર્ચ ઘટાડો થયાના કારણે પ્રતિ યુનિટ ૧.૬૦ ફ્યુઅલ પ્રાઇઝ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ  (FPPPA) પેટે લેવાતા હતા તે હવે રૂ. ૧.૪ર લેવાશે.
ઊર્જા વિભાગના કર્મશિયલ વિભાગના જનરલ મેનેજર કે.પી. જાંગીદે ચારેય વીજ કંપનીઓના મેનેજિંગ ડાયરેક્ટરોને પરિપત્ર પાઠવી દીધો છે. જેની અસર સપ્ટેમ્બર માસ સુધી અમલી બનશે. ખેતી વિષય વીજ ધારકોને બાદ કરતા રાજ્ય કુલ ૧.ર૦ કરોડ ગ્રાહકોને ૩ માસના વીજ બિલમાં કુલ રૂ. ૧૬રની રાહત મળતાં કુલ રાહત ૭૧૪ કરોડની થશે.
જીયુવીએનએલ દ્વારા ૭૪૭૯૮ મિલિયન યુનિટ વીજળી ખરીદ કરવામાં આવી હતી જેનાં પ૮૭૮૭ મિલિયન યુનિટનું વેચાણ થતાં ૧૬૦૧૧ મિલિયન વીજળી વેડફાઇ ગઇ હતી પરંતુ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લોસનું પ્રમાણ ઘટતા ત્રિમાસિક ગાળામાં ૦.૩૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો જેથી સરેરાશ વીજળી ખરીદીનો ખર્ચ પ્રતિ યુનિટ ઘટીને ૩.૯૩ હતો તે હવે ૩.૭૬ મંજૂર કરાયો છે.                                   

એકવાર ફરી સોશિયલ નેટવર્કિંગની જંગ ગૂગલ હારી ગયુ, google+ બંધ થશે

                                                                      

                               દુનિયાની પ્રમુખ સર્ચ એંજિંગ કંપની પોતાના સોશિયલ google+ વિદાય લેવાની તૈયારીમાં છે. કંપનીએ ગૂગલ પ્લસને ચાર વર્ષ પહેલા આ આશામાં શરૂ કરવામાં આવ્યુ હતુ કે તે ફેસબુકના ગંભીર પ્રતિસ્પર્ધી બનશે. પણ એવુ કશુ થયુ નથી. એવુ કહેવાય છેકે એક વાર ફરી ગૂગલ ફેસબુક અને ટ્વિટર સાથેની જંગ હારી ગયુ છે. ઓરકુટ, બજ અને હવે ગૂગલ પ્લસ. 
 
                         ગૂગલે છેલ્લા કેટલાક મહિના ગૂગલ પ્લસના સૌથી ઉપયોગી ભાગને જુદા ક્રી જુદી સેવાઓ બનાવવા પર કામ કર્યુ છે. આ રીતે કંપની ગૂગલ સાથે જોડાયેલ બધી ગતિવિધિઓ માટે ગૂગલ પ્લસની કેન્દ્રીય ભૂમિકાને સમાપ્ત કરવાની દિશામાં વધી રહી છે.

                         કંપનીએ સોમવારે ગૂગલ પ્લસને જુદા-જુદા વહેંચવાની સાથે આ વિશે મોટી જાહેરાત કરી. ગૂગલ આવનારા દિવસોમાં ગૂગલ પ્લસને સંપૂર્ણ રીતે જુદા ઉત્પાદો સ્ટ્રીમ્સ અને ફોટોમાં બદલી નાખશે. 
 
                         અત્યાર સુધી ગૂગલની (યૂટ્યુબ વીડિયો પર ટિપ્પણી કરવા જેવી)વિવિધ સેવાઓ માટે પ્રોફાઈલ હોવી જરૂરી રહી છે. પણ ભવિષ્યમાં આવુ નહી થાય. 
 
                         ગૂગલના ઉપાધ્યક્ષ બ્રેડલી હોરોત્વિજે કંપનીના એક બ્લોગમાં લખ્યુ છે, 'લોકોએ અમને જણાવ્યુ છે કે પોતાની બધી ગૂગલ સેવાઓને એક જ એકાઉંટ પરથી ચલાવવુ તેમને માટે વધુ સરળ રહેશે.'        



એર એશિયા સુરત સાથે જોડવા વિચારણા





એર એશિયા વિચારમામાં છે. સુરતથી મુંબઈ ફ્લાઇટ એર એશિયા દ્વારા ટૂંકમાં જ શરૂ કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કોઇપણ સમયે આ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે. એર એશિયાના અધિકારીઓની ટીમે દક્ષિણ ગુજરાતમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સભ્યોસાથે વાતચીત કરી દીધી છે.

સુરતમાં કારોબારી એરપોર્ટને લઇને ઉત્સુકતા જોવામાં આવી રહી છે. એર એશિયા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તાતા સન્સ લિમિટેડ અને એર એશિયા વચ્ચે સંયુક્ત સાહસના ભાગરુપે છે. એર એશિયા હાલમાં બેંગ્લોરથી ચેન્નાઈ, કોચી, ગોવા, જયપુર, ચંદીગઢની ફ્લાઇટ ઓપરેટ કરે છે. નવેમ્બર ૨૦૧૪માં બનાવ બન્યા બાદ પ્રથમ વખત કોઇ એરલાઇન્સના અધિકારીઓએ સર્વેની કામગીરી હાથ ધરી છે. સુરત વિમાની મથકે વિમાન સાથે ભેંસ અથડાઈ જવાના બનાવ બાદથી તેની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો છે.

સ્પાઇસ જેટે નવેમ્બર ૨૦૧૪ બાદ સુરતમાંથી તેની તમામ ફ્લાઇટને બંધ કરી હતી. સુરતના સાંસદ દર્શના જરદોશનું કહેવું છે કે, સુરતથી ફ્લાઇટ ઓપરેશન શરૂ કરવાની શક્યતા ચકાસવાની વાત અમે પહેલાથી જ કરી છે. એર એશિયાના અધિકારીઓ દ્વારા ફેસિલીટીની સર્વેની કામગીરી હાથ ધરી છે. એરપોર્ટ ખાતે ઇન્ટરનલ રોડ અને દિવાલ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે. નવેમ્બરના બનાવ બાદ હાલમાં જે રીતે કામગીરી ચાલી રહી છે તેનાથી અધિકારીઓ સંતુષ્ટ દેખાઈ રહ્યા છે. હકારાત્મક પરિણામો મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. એર એશિયા દ્વારા સુરતથી મુંબઈની ફ્લાઇટ શરૂ કરવાને લઇને હવે જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

31 July 2015

આવકના કપરા લક્ષ્યાંકને પહોચી વળવા માટે કરચોરોને સાણસામાં લેવાશે

                                       

ગુજરાત સહીત સમગ્ર દેશના કરચોરોને સેન્ટ્રલ એક્સાઈઝ, સર્વિસ ટેક્સ અને ઈન્કમટેકસના દરોડાઓ માટે તૈયાર રહેવાનો નિર્દેશ કેન્દ્રના રાજયકક્ષાના નાણાંપ્રધાને આપ્યો છે. કેન્દ્ર સરકારે નક્કી કરેલા આવકના લક્ષ્યાંકને પહોચી વળવા માટે સરકારે પ્રયાસો શરૂ કર્યાં છે. ગુજરાત સ્થિત સેન્ટ્રલ એક્સાઈઝ, કસ્ટમ, ઈન્કમટેક્સ સહીતની સંસ્થાઓ સાથે સમીક્ષા બેઠક યોજવા કેન્દ્રીય રાજ્યકક્ષાના નાણાંપ્રધાન જે ડી સીલમ અમદાવાદની ટુંકી મુલાકાતે આવ્યા છે. જે ડી સીલમે નિર્દેશ કર્યો છે કે આવકના કપરા લક્ષ્યાંકને પહોચી વળવા માટે કરચોરો ઉપર ત્રાટકવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી.


ઉલ્લેખનીય છે કે ભારતમાં કરદાતાઓની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે. કરદાતાઓની સંખ્યા વધારવા માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ સાથેની બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સે ગુજરાતના વેપારીઓ, ઉદ્યોગોની સમસ્યા રજૂ કરી હતી. અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રધાન સમક્ષ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે, રાજ્યના વેપાર ઉદ્યોગ વ્યવસાયના પ્રશ્નો અંગેની રજુઆત કરી છે. પરંતુ સવાલ એ છે કે ચેમ્બર ઓફ કોમર્સે કરેલી રજુઆતમાંથી કેટલા પ્રશ્નો ઉકેલાય છે. જો રજુઆત છતા પ્રશ્નો ના ઉકેલાય તો તેના માટેનો પણ રસ્તો ચેમ્બર ઓફ કોમર્સે વિચારી રાખવો આવશ્યક છે.

30 July 2015

GOOGLE TRANSLATE CONVERT ANY LANGUAGE IN SIMPLE ENGLISH

            The Google Translate app already lets you instantly visually translate printed text in seven languages. Just open the app, click on the camera, and point it at the text you need to translate—a street sign, ingredient list, instruction manual, dials on a washing machine. You'll see the text transform live on your screen into the other language. No Internet connection or cell phone data needed. 

WHATS APP CLAIMS THAT IT IS FOUNDED ON THE PRINCIPAL OF OBLIGING THE PRIVACY OF EVERY ONES AT A SURVIVAL COST

HERE IS WHAT WHATS APP FOUNDER SAYS :

Since announcing our upcoming partnership with Facebook, we’ve been truly humbled by how much attention our story has received. As a company, we’re excited to continue focusing on offering as many people as possible the chance to stay connected with friends and loved ones, no matter who they are or where they live.
Unfortunately, there has also been a lot of inaccurate and careless information circulating about what our future partnership would mean for WhatsApp users’ data and privacy.
I’d like to set the record straight.
Above all else, I want to make sure you understand how deeply I value the principle of private communication. For me, this is very personal. I was born in Ukraine, and grew up in the USSR during the 1980s. One of my strongest memories from that time is a phrase I’d frequently hear when my mother was talking on the phone: “This is not a phone conversation; I’ll tell you in person.” The fact that we couldn’t speak freely without the fear that our communications would be monitored by KGB is in part why we moved to the United States when I was a teenager.
Respect for your privacy is coded into our DNA, and we built WhatsApp around the goal of knowing as little about you as possible: You don't have to give us your name and we don't ask for your email address. We don’t know your birthday. We don’t know your home address. We don’t know where you work. We don’t know your likes, what you search for on the internet or collect your GPS location. None of that data has ever been collected and stored by WhatsApp, and we really have no plans to change that.
If partnering with Facebook meant that we had to change our values, we wouldn’t have done it. Instead, we are forming a partnership that would allow us to continue operating independently and autonomously. Our fundamental values and beliefs will not change. Our principles will not change. Everything that has made WhatsApp the leader in personal messaging will still be in place. Speculation to the contrary isn’t just baseless and unfounded, it’s irresponsible. It has the effect of scaring people into thinking we’re suddenly collecting all kinds of new data. That’s just not true, and it’s important to us that you know that.
Make no mistake: our future partnership with Facebook will not compromise the vision that brought us to this point. Our focus remains on delivering the promise of WhatsApp far and wide, so that people around the world have the freedom to speak their mind without fear.


29 July 2015

WHO ADMINISTERS THE WHOLE SYSTEM OF DOMAIN NAMES ALLOTMENT AND MAINTENANCE !!!

INTRODUCING IANA

The Internet Assigned Numbers Authority (IANA) is a department of ICANN responsible for coordinating some of the key elements that keep the Internet running smoothly. Whilst the Internet is renowned for being a worldwide network free from central coordination, there is a technical need for some key parts of the Internet to be globally coordinated, and this coordination role is undertaken by IANA.

Specifically, IANA allocates and maintains unique codes and numbering systems that are used in the technical standards (“protocols”) that drive the Internet.

IANA’s various activities can be broadly grouped in to three categories:

  • Domain Names
    IANA manages the DNS Root, the .int and .arpa domains, and an IDN practices resource.
  • Number Resources
    IANA coordinates the global pool of IP and AS numbers, providing them to Regional Internet Registries.
  • Protocol Assignments
    Internet protocols’ numbering systems are managed by IANA in conjunction with standards bodies.
IANA is one of the Internet's oldest institutions, with its activities dating back to the 1970s. Today it is a set of services provided by the Internet Corporation for Assigned Names and Numbers, an internationally-organised non-profit organisation set up by the Internet community to help coordinate IANA’s areas of responsibilities.

Mission Statement

This statement describes the role of the IANA Department:
    The IANA team is responsible for the operational aspects of coordinating the Internet’s unique identifiers and maintaining the trust of the community to provide these services in an unbiased, responsible and effective manner.

IANA's Policy

IANA aims not to directly set policy by which it operates, instead implementing agreed policies and principles in a neutral and responsible manner. Using the policy setting forums provided by ICANN, policy development for domain name operations and IP addressing is arrived at by many different stakeholders. ICANN has a structure of supporting organisations that contribute to deciding how ICANN runs, and in turn how IANA develops. The development of Internet protocols, which often dictate how protocol assignments should be managed, are arrived at within the Internet Engineering Task Force, the Internet Engineering Steering Group, and the Internet Architecture Board.
To improve its operations, IANA is actively involved in outreach too. As well as in ICANN forums, IANA participates in meetings and discussions with TLD operators, Regional Internet Registries, and other relevant communities. The Authority provides a manned helpdesk at IETF meetings to allow one-to-one interaction with its largest community of users – protocol developers.