ભારતીય રેલવેમાં પ્રવાસ કરતી વખતે ભિખારીઓના કંઠે બોલિવૂડનાં જૂનાં ગીતો, ભજન કે કવ્વાલી સાંભળવાનો લહાવો બધાને મળ્યો હશે. સરકાર હવે આ કળાનો સર્જનાત્મક ઉપયોગ કરવા વિચારે છે. તેથી રાજા હિંદુસ્તાનીનાં ગીતો કે 'તુમ તો ઠહરે પરદેશી' જેવાં ગીતોની જગ્યાએ ભિખારીઓના સ્વરમાં 'સ્વચ્છ ભારત', 'બેટી બચાઓ, બેટી પઢાઓ'ના સંદેશ સાંભળવા મળશે.
કેટલાક લોકોને આ વિચાર વિચિત્ર લાગ્યો છે, પરંતુ સરકાર લગભગ 3,000 ભિખારીઓને આ કામ માટે તાલીમ આપશે. મોટાં શહેરોની લોકલ ટ્રેનોમાં તેઓ વિવિધ સરકારી યોજનાઓનો પ્રચાર કરતાં ગીતો ગાશે અને યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવશે.
સરકારની યોજનાઓ વિશે માહિતી આપવા માટે ભિખારીઓની મદદ લેવાનો વિચાર માહિતી અને પ્રસારણ મંત્રાલયનો છે. મંત્રાલયના ગીત અને નાટ્ય વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરાશે. ઓલ ઇન્ડિયા રેડિયોને આ પ્રોજેક્ટની યોજના તૈયાર કરવા અને ભિખારીઓને તાલીમ આપવાનું જણાવાયું છે. અધિકારીઓએ જણાવ્યું કે આવતા મહિને મુંબઈથી આ પ્રોજેક્ટ શરૂ થશે અને તબક્કાવાર અન્ય શહેરોમાં પણ પહોંચાડાશે.
એક અધિકારીએ કહ્યું કે, "ફિલ્ડ પબ્લિસિટી અહેવાલ મુજબ મુંબઈની પરાની ટ્રેનોમાં ભિખારીઓની સંખ્યા મોટી છે અને એવા ઘણા પરિવારો છે જે માત્ર ટ્રેનોમાં ગીત ગાઈને અને ભીખ માંગીને ગુજરાન ચલાવે છે. તેમાંથી ઘણા અનુભવી ગાયકો છે. અમે તેને રોજગારીની એક તક તરીકે નિહાળીએ છીએ. તેમની ક્ષમતાનો ઉપયોગ કરવા માટે આ વધુ સારો ઉપાય છે." સરકાર આ કામ માટે એનજીઓ અને નિષ્ણાતોની મદદ પણ લેશે.
આ 'ગાયકો'ને કેટલું વળતર આપવું તે વિશે પણ સરકાર કામ કરી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે, "તેમને હવે ભીખ માંગવાની જરૂર નહીં પડે. અમે ઇન્સેન્ટિવ મોડલ વિકસાવવાના છીએ. સંભવિત લોકોની ભરતી અને તેની તાલીમ માટે કામ શરૂ થઈ ગયું છે.
અધિકારીઓએ જણાવ્યું કે આ કામ માટે બાળકોની ભરતી કરવામાં નહીં આવે. મીડિયા યુનિટના લોકો સરકારી યોજનાઓના પ્રચાર માટે ગીતો લખવાનું કામ કરી રહ્યા છે.
અરુણ જેટલી તમામ મીડિયા યુનિટ્સની કામગીરીમાં ફેરફાર કરવા માંગે છે તેના ભાગરૂપે ફિલ્ડ પબ્લિસિટી પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. તાજેતરમાં મંત્રાલયે સરકારના એક વર્ષની સિદ્ધિઓના પ્રચાર માટે સ્થાનિક થિયેટર ગ્રૂપ અને જાદુગરોને પણ સામેલ કર્યા હતા. સરકારનું પ્રકાશન વિભાગ એવાં પુસ્તકો બહાર પાડશે જેમાં જનતા સુધી પહોંચવા માટે સરકારે લીધેલાં પગલાંની માહિતી આપવામાં આવશે.
સૂત્રોએ કહ્યું કે, "સરકારની પ્રાથમિકતા દેશના દરેક નાગરિકને તેની યોજનાઓ, સિદ્ધિઓ અને પ્રયાસો વિશે માહિતી આપવાની છે. બધા લોકોને ટીવી જોવાનો કે અખબાર વાંચવાનો સમય મળતો નથી. તેથી આ રીતે લોકો સુધી પહોંચીને તેમને વિવિધ યોજનાઓથી માહિતગાર કરી શકાય છે."

No comments:
Post a Comment