અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઇથી સપ્ટેમ્બર મહિના સુધી પ્રતિ યુનિટ ફ્યુઅલ પ્રાઇઝ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટેમેન્ટ પેટે લેવાતાં રૂ. ૧.૬૦ની જગ્યાએ હવે ૧.૪ર લેવાનો પરિપત્ર રાજ્યની ચારેય કંપનીઓને થઇ ગયો છે. બળતણ અને વીજળી ખરીદીના ખર્ચ ઘટાડો થયાના કારણે પ્રતિ યુનિટ ૧.૬૦ ફ્યુઅલ પ્રાઇઝ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ (FPPPA) પેટે લેવાતા હતા તે હવે રૂ. ૧.૪ર લેવાશે.
ઊર્જા વિભાગના કર્મશિયલ વિભાગના જનરલ મેનેજર કે.પી. જાંગીદે ચારેય વીજ કંપનીઓના મેનેજિંગ ડાયરેક્ટરોને પરિપત્ર પાઠવી દીધો છે. જેની અસર સપ્ટેમ્બર માસ સુધી અમલી બનશે. ખેતી વિષય વીજ ધારકોને બાદ કરતા રાજ્ય કુલ ૧.ર૦ કરોડ ગ્રાહકોને ૩ માસના વીજ બિલમાં કુલ રૂ. ૧૬રની રાહત મળતાં કુલ રાહત ૭૧૪ કરોડની થશે.
જીયુવીએનએલ દ્વારા ૭૪૭૯૮ મિલિયન યુનિટ વીજળી ખરીદ કરવામાં આવી હતી જેનાં પ૮૭૮૭ મિલિયન યુનિટનું વેચાણ થતાં ૧૬૦૧૧ મિલિયન વીજળી વેડફાઇ ગઇ હતી પરંતુ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લોસનું પ્રમાણ ઘટતા ત્રિમાસિક ગાળામાં ૦.૩૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો જેથી સરેરાશ વીજળી ખરીદીનો ખર્ચ પ્રતિ યુનિટ ઘટીને ૩.૯૩ હતો તે હવે ૩.૭૬ મંજૂર કરાયો છે.
કરાતાં હવે વીજ ગ્રાહકોને દર બે મહિને આવતાં વીજ બિલમાં પ્રતિ ૩૦૦ યુનિટના વપરાશ સામે રૂ. ૧૬રનો ફાયદો થશે. એટલે કે પ્રતિમાસ ૮૦ રૂપિયા જેટલી રાહત મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઇથી સપ્ટેમ્બર મહિના સુધી પ્રતિ યુનિટ ફ્યુઅલ પ્રાઇઝ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટેમેન્ટ પેટે લેવાતાં રૂ. ૧.૬૦ની જગ્યાએ હવે ૧.૪ર લેવાનો પરિપત્ર રાજ્યની ચારેય કંપનીઓને થઇ ગયો છે. બળતણ અને વીજળી ખરીદીના ખર્ચ ઘટાડો થયાના કારણે પ્રતિ યુનિટ ૧.૬૦ ફ્યુઅલ પ્રાઇઝ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ (FPPPA) પેટે લેવાતા હતા તે હવે રૂ. ૧.૪ર લેવાશે.
ઊર્જા વિભાગના કર્મશિયલ વિભાગના જનરલ મેનેજર કે.પી. જાંગીદે ચારેય વીજ કંપનીઓના મેનેજિંગ ડાયરેક્ટરોને પરિપત્ર પાઠવી દીધો છે. જેની અસર સપ્ટેમ્બર માસ સુધી અમલી બનશે. ખેતી વિષય વીજ ધારકોને બાદ કરતા રાજ્ય કુલ ૧.ર૦ કરોડ ગ્રાહકોને ૩ માસના વીજ બિલમાં કુલ રૂ. ૧૬રની રાહત મળતાં કુલ રાહત ૭૧૪ કરોડની થશે.
જીયુવીએનએલ દ્વારા ૭૪૭૯૮ મિલિયન યુનિટ વીજળી ખરીદ કરવામાં આવી હતી જેનાં પ૮૭૮૭ મિલિયન યુનિટનું વેચાણ થતાં ૧૬૦૧૧ મિલિયન વીજળી વેડફાઇ ગઇ હતી પરંતુ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લોસનું પ્રમાણ ઘટતા ત્રિમાસિક ગાળામાં ૦.૩૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો જેથી સરેરાશ વીજળી ખરીદીનો ખર્ચ પ્રતિ યુનિટ ઘટીને ૩.૯૩ હતો તે હવે ૩.૭૬ મંજૂર કરાયો છે.
No comments:
Post a Comment