31 July 2015

આવકના કપરા લક્ષ્યાંકને પહોચી વળવા માટે કરચોરોને સાણસામાં લેવાશે

                                       

ગુજરાત સહીત સમગ્ર દેશના કરચોરોને સેન્ટ્રલ એક્સાઈઝ, સર્વિસ ટેક્સ અને ઈન્કમટેકસના દરોડાઓ માટે તૈયાર રહેવાનો નિર્દેશ કેન્દ્રના રાજયકક્ષાના નાણાંપ્રધાને આપ્યો છે. કેન્દ્ર સરકારે નક્કી કરેલા આવકના લક્ષ્યાંકને પહોચી વળવા માટે સરકારે પ્રયાસો શરૂ કર્યાં છે. ગુજરાત સ્થિત સેન્ટ્રલ એક્સાઈઝ, કસ્ટમ, ઈન્કમટેક્સ સહીતની સંસ્થાઓ સાથે સમીક્ષા બેઠક યોજવા કેન્દ્રીય રાજ્યકક્ષાના નાણાંપ્રધાન જે ડી સીલમ અમદાવાદની ટુંકી મુલાકાતે આવ્યા છે. જે ડી સીલમે નિર્દેશ કર્યો છે કે આવકના કપરા લક્ષ્યાંકને પહોચી વળવા માટે કરચોરો ઉપર ત્રાટકવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી.


ઉલ્લેખનીય છે કે ભારતમાં કરદાતાઓની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે. કરદાતાઓની સંખ્યા વધારવા માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ સાથેની બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સે ગુજરાતના વેપારીઓ, ઉદ્યોગોની સમસ્યા રજૂ કરી હતી. અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રધાન સમક્ષ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે, રાજ્યના વેપાર ઉદ્યોગ વ્યવસાયના પ્રશ્નો અંગેની રજુઆત કરી છે. પરંતુ સવાલ એ છે કે ચેમ્બર ઓફ કોમર્સે કરેલી રજુઆતમાંથી કેટલા પ્રશ્નો ઉકેલાય છે. જો રજુઆત છતા પ્રશ્નો ના ઉકેલાય તો તેના માટેનો પણ રસ્તો ચેમ્બર ઓફ કોમર્સે વિચારી રાખવો આવશ્યક છે.

No comments:

Post a Comment